Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચાંદખેડાની SMS હોસ્પિટલના 7મા માળે નર્સે સુસાઇડ કર્યું, પોલીસે અકસ્માત મોત ગુન્હો નોધી તપાસ હાથ ધરી

ગુમ થયેલી નર્સનો SMSહોસ્પિટલના સાતમા માળે લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો.પ્રેમમાં દગો મળતા કર્યો આપઘાત પરિવારે હોસ્પિટલ તંત્ર પર રોષ વ્યકત કર્યો. ચાંદખેડા પોલીસે અકસ્માત મોત ગુન્હો નોંધી  તપાસ શરૂ કરી છે. ત્રણ દિવસ પછી નર્સની SMSહોસ્પિટલ માંથી  લટકતી હાલતમાં મૃતદેહ મળ્યોહું મારી મરજીથી જ આ પગલું ભરું છું આ શબ્દો છે. આપઘાત કરનાર નર્સના શહેરમાં ત્રણ દિવસથી ગુમ થયેલી નર્સનો ચાંદખેડા એસ
ચાંદખેડાની sms હોસ્પિટલના 7મા માળે નર્સે સુસાઇડ કર્યું  પોલીસે અકસ્માત મોત ગુન્હો નોધી તપાસ હાથ ધરી
ગુમ થયેલી નર્સનો SMSહોસ્પિટલના સાતમા માળે લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો.પ્રેમમાં દગો મળતા કર્યો આપઘાત પરિવારે હોસ્પિટલ તંત્ર પર રોષ વ્યકત કર્યો. ચાંદખેડા પોલીસે અકસ્માત મોત ગુન્હો નોંધી  તપાસ શરૂ કરી છે. 

ત્રણ દિવસ પછી નર્સની SMSહોસ્પિટલ માંથી  લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો
હું મારી મરજીથી જ આ પગલું ભરું છું આ શબ્દો છે. આપઘાત કરનાર નર્સના શહેરમાં ત્રણ દિવસથી ગુમ થયેલી નર્સનો ચાંદખેડા એસએમએસ હોસ્પિટલના સાતમા માળે લટકતી હાલતમાં મૃતદેહ મળતાં ખળભળાટ મચી ગયો છે. છેલ્લા 3 વર્ષથી એસએમએસ હોસ્પિટલમાં જીમી પરમાર નામની ર૪ વર્ષ યુવતી નર્સ તરીકે ફરજ બજાવતી હતી. 12 જાન્યુઆરીથી જીમીબહેન પરમાર ગુમ હતાં. આ અંગે હોસ્પિટલ તંત્રએ તેના પરિવારને જાણ કરી હતી કે ‌જીમીબહેન હોસ્પિટલમાં નથી. ત્યાર બાદ પરિવારે હોસ્પિટલ બહાર તથા તમામ જગ્યાએ દીકરીની શોધખોળ કરી, પરંતુ તેની ભાળ ક્યાંયથી પણ મળી ન હતી, જે બાદ હોસ્પિટલ તંત્રએ આ અંગે ચાંદખેડા પોલીસને જાણ કરી હતી. શરૂઆતમાં ‌જીમીબહેન ગુમ થયાં હોવાથી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી, પરંતુ આજે ત્રણ દિવસ પછી હોસ્પિટલના જ સાતમા માળેથી ‌જીમીનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારે હોસ્પિટલ તંત્ર પર બેદરકારીનો આક્ષેપ કરીને રોષ વ્યકત કર્યો છે.

ચાંદખેડા પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી
નર્સના આપઘાતની જાણ પોલીસને થતાં ચાંદખેડા પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે ત્યારે જીમીએ આત્મહત્યા કરી હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. મૃતદેહ પાસેથી પોલીસને એક સ્યુસાઇડ નોટ મળી હતી, જેમાં ‌જીમીએ લખ્યું હતું કે હું મારી મરજીથી જ આ પગલું ભરું છું. હું જેને ચાહતી હતી તેને મેળવી ના શકી.. આ સ્યુસાઈડ નોટમાં પ્રેમ પ્રકરણનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેથી પ્રેમ પ્રકરણમાં જીમીએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે એફએસએલ અને પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે. બીજી તરફ હોસ્પિટલનો સાતમો માળ બંધ હાલતમાં જ છે, ત્યાં કોઇની અવરજવર રહેતી નથી, જેથી યુવતીએ ત્યાં જઈ આપઘાત કર્યો છે કે નહિ તેને લઈને પરિવારે આક્ષેપો કર્યો છે..
નર્સની હત્યા થઈ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે
નર્સની આત્મહત્યા કરેલી હાલતમાં લાશ મળતાં પોલીસે તે ‌દીશામાં તપાસ ચાલુ કરી છે, પરંતુ નર્સની હત્યા થઈ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. મહત્ત્વનું એ છે કે નર્સ માનસિક વિભાગમાં સારવાર લેતી હોવાનો પણ હોસ્પિટલ તંત્રએ દાવો કર્યો છે. હાલ નર્સની હત્યા થઈ છે કે આત્મહત્યા તે પોલીસ તપાસ બાદ જ સામે આવશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.